
નવેમ્બર મહિનામાં વડનગર ખાતે યોજાયેલા શાસ્ત્રીય સંગીત સમારોહમાં અમદાવાદનાં સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા અને ગુજરાત યુનિવર્સીટીના ડીપાર્ટમેન્ટ ઓફ પરફોર્મિંગ આર્ટસનાં અધ્યક્ષ ડો વિરાજ અમરને ગુજરાત સરકારના પ્રતિષ્ઠિત ‘તાનારીરી એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યાં. આ પ્રસંગે એમની સાથે કરેલા આ સંવાદમાં તેઓ એમની સંગીતયાત્રા ઉપરાંત શાસ્ત્રીય સંગીતની તાલિમ પદ્ધતિઓ અને સંગીત શિક્ષણ વિશેના એમના વિચારો વ્યકત કરે છે. (તસ્વીરમાં ડો વિરાજ અમર ગુજરાતના મુખ્ય પ્રધાનશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડ સ્વીકારી રહ્યાં છે.)