આરોગ્યઆવકારપર્યાવરણ અને પ્રકૃતિસમાજ/સક્રિયતા
વિરલ દેસાઈ
ગ્રીન ગણેશ: ગણપતિ ઉત્સવમાં વૃક્ષારોપણ અભિયાન

સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને એમના પર્યવરણલક્ષી અભિયાનો માટે અનેક રાષ્ટ્રીય સન્માનો એનાયત થયાં છે. ગામેગામ વૃક્ષારોપણ દ્વારા અર્બન ફોરેસ્ટ અને રેલ્વે સ્ટેશનોને ગ્રીન સ્ટેશન બનાવવાના તેમણે અનેક કાર્યક્રમો હાથ ધર્યા છે. હાલની પરિસ્થતિમાં જ્યારે ગણેશજીના પર્વની પરંપરાગત ઉજવણી થઇ નથી રહી ત્યારે તેઓએ ‘ગ્લોબલ ગ્રીન ગણેશ’ ની હાકલ કરી છે. આપણે દરેક આ પર્વના દિવસો દરમ્યાન એક-એક નવું વૃક્ષ વાવીએ એવી તેઓ અપીલ કરી રહ્યા છે અને આ વાર્તાલાપમાં એમની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓનો ચિતાર આપે છે.