કલાપર્વો અને પ્રસંગોપ્રવાસ-પ્રકૃતિ-પર્યાવરણફોટોગ્રાફીયાદગાર સંવાદો
વિવેક દેસાઈ
વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે ગુજરાતના વિખ્યાત તસવીરકારની મુલાકાત

ગુજરાત જેમનું ગૌરવ કરી શકે એવા ફોટોગ્રાફર તે અમદાવાદના વિવેક દેસાઈ. એમની સાથેનો આ સંવાદ એમની જીવન અને જગતને જોવાની અનુપમ દૃષ્ટિ તેમજ એમની સામાજિક નિસ્બત અને કળા પ્રત્યેનો એમનો અભિગમ વ્યક્ત કરે છે. આ સંવાદ થયો ત્યાર પછી બનારસના એમના ફોટોગ્રાફની અત્યંત લોકચાહના પામેલી લેખમાળા નવનીત-સમર્પણમાં હપ્તાવાર પ્રગટ થઇ અને ત્યાર બાદ એનું એક પુસ્તક પણ પ્રગટ થયું . એમની સાથે બે હપ્તામાં પ્રસારિત આ વાર્તાલાપ એમનો અંતરંગ પરિચય કરાવે છે.