
રાજકોટ નિવાસી ડો યજ્ઞેશ દવે એક એવું સર્જક વ્યક્તિત્વ છે જેમણે આપણી ભાષાને એમના નિબંધો, કાવ્યો જેવાં સ્વરૂપો ઉપરાંત અનેક સાહિત્યિક મુલાકાતો દ્વારા સમૃદ્ધ કરી છે. આકાશવાણી પર એમના દીર્ઘ કાર્યકાળ દરમ્યાન આપણા સંસ્કાર જગતના અગ્રણીઓ સાથેની મુલાકાતો અને કેટલીક સીમાચિહ્નરૂપ ડોક્યુમેન્ટરી રેકોર્ડ કરી એમણે મહત્વનું કાર્ય કર્યું, જે આવનારી પેઢીઓ માટે ઉપયોગી બની રહેશે. મુલાકાતના પ્રથમ અંશમાં એમની સાથે આકાશવાણીમાં એમની ભૂમિકા અને અનુભવો વિષે, એમના બાળપણ, શિક્ષણ અને જીવનમાં એમના બહુવિધ રસના વિષયો વિષે અમે વાત કરી.
સંવાદનાં બીજા ખંડમાં ડો યજ્ઞેશ દવે કાવ્ય, નિબંધ, અનુવાદ જેવા સાહિત્યના વિવિધ પ્રકારોમાં એમણે કરેલાં સર્જનો વિષે નિખાલસપણે વાત કરે છે. અને અંતમાં હજુ સુધી ન થઇ શકેલાં કામો માટે પોતાનો અફસોસ વ્યક્ત કરીને જીવનમાંથી પોતાને મળેલા બોધની વાત કરે છે.