વિદેશે વાનપ્રસ્થ
યોગેશ પટેલ

યોગેશ પટેલનું જીવન ત્રણ ખંડોમાં આવેલા ત્રણ દેશોમાં વીત્યું છે. હવે લંડનમાં ઓપ્ટોમેટ્રી અને એકાઉન્ટન્ટને બેવડી કારકિર્દીમાંથી નિવૃત્ત થઇ તેઓ ડાયસ્પોરા સાહિત્ય સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓમાં સક્રિય છે. લેખન ઉપરાંત સંપાદન અને કેટલીક સાહિત્સંયિક સ્થાઓના સંચાલન દ્વારા વિશ્વમાં પથરાયેલા ડાયસ્પોરા લેખકોને જોડવાનું કાર્ય તેઓ કરી રહ્યા છે. તેમના અંગ્રેજી કાવ્ય-સંગ્રહ ‘સ્વિમિંગ વિથ વ્હેલ્સ’ને તાજેતરમાં ન્યુયોર્ક ખાતે એવોર્ડ પ્રાપ્ત થયો. એમની સાથેના આ વાર્તાલાપમાં એઓ ડાયસ્પોરા લેખકોના પ્રશ્નો તેમજ દેશન્તરિત પ્રજાના આઇડેન્ટિટીના પ્રશ્નો વિશે તેમજ પોતાની જીવનયાત્રા વિશે સહજપણે વાતો કરે છે.